જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા બાદ બંધ થયેલાં 14 પર્યટન સ્થળ ફરી ખૂલશે

Wednesday 18th February 2026 06:14 EST
 
 

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સુરક્ષા કારણોસર બંધ રખાયેલાં 14 ટૂરિસ્ટ સ્પોટ ફરી ખોલવાની જાહેરાત કરી. તેમણે જણાવ્યું કે, સંપૂર્ણ સુરક્ષા સમીક્ષા અને વિસ્તૃત ચર્ચા બાદ કાશ્મીર તથા જમ્મુમાં વધુ પર્યટનસ્થળોને તબક્કાવાર શરૂ કરવાનો આદેશ અપાયો છે. કાશ્મીર ડિવિઝનનાં 11 સ્થળો ખૂલશે, જેમાં ગુલમર્ગ, શોપિયાંના દુબજન અને પડપાવન, અસ્તાનપોરા, ટ્યૂલિપ ગાર્ડન, થજવાસ ગ્લેશિયર,નો સમાવેશ થાય છે, જ્યારે જમ્મુ ડિવિઝનના 3 સ્થળનો સમાવેશ થાય છે.


comments powered by Disqus