જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 2019માં થયેલા આતંકી હુમલાની સાતમી વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના અધિકારીઓ અને જવાનોએ લેથપોરાના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. કાર્યક્રમ દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી.

