પોરબંદરમાં 249 પ્રજાતિનાં 4 લાખથી વધુ પક્ષી નોંધાયાં

Wednesday 18th February 2026 05:22 EST
 
 

પોરબંદરઃ જલપ્લાવિત વિસ્તારોમાં યોજાયેલી પાંચમી વાર્ષિક પક્ષી ગણતરીમાં કુલ 249 પ્રજાતિનાં 4,05,702 પક્ષીની નોંધણી કરાઈ છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત દ્વારા નિરમા લિમિટેડ અને વનવિભાગના સહયોગથી કરાયેલી ગણતરીમાં સૌથી વધુ પક્ષીઓ મોકાર સાગર અને બરડાસાગર ડેમ વિસ્તારમાં જોવા મળ્યાં છે.
આ અભિયાનમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોથી આવેલાં 100 પક્ષીપ્રેમીઓ જોડાયા હતા. આ તમામ સભ્યોને 26 ટીમમાં વિભાજિત કરીને જિલ્લાનાં વિવિધ જળાશયો અને વિસ્તારોમાં મોકલાયા હતા. પક્ષી ગણતરીના આંકડા મુજબ નોંધાયેલા કુલ પક્ષીઓ પૈકી 3,22, 654 જળચર પક્ષીઓ છે. વિસ્તારો મુજબ જોઈએ તો મોકાર સાગર વિસ્તારમાં 1,59,805 પક્ષીઓનો સૌથી વધુ જમાવડો જોવા મળ્યો હતો.


comments powered by Disqus