ભાવનગરમાં રૂ. 10માં એસી ઈ-બસસેવાનો પ્રારંભ

Wednesday 18th February 2026 05:48 EST
 
 

ભાવનગર : ભાવનગરઃ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના આંતરમાળખાકીય વિકાસ અને પરિવહન સુવિધાને વેગ આપવા રૂ. 509.23 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટની ભેટ નાગરિકોને આપવામાં આવી. આ પ્રસંગે વડાપ્રધાનની વર્ચ્યુઅલ હાજરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે રૂ. 140.83 કરોડનાં 35 વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને રૂ. 368.40 કરોડનાં કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ અવસરે ભાવનગરને પીએમ ઈ-બસસેવા યોજના હેઠળ 50 નવી ઇલેક્ટ્રિક બસનો ઉપહાર આપવામાં આવ્યો. હર્ષ સંઘવીએ કહ્યું, આ બસસેવા શહેરની પરિવહન વ્યવસ્થામાં આધુનિક ક્રાંતિ લાવશે, જે શહેરની લાઇફ લાઇન બની રહેશે.


comments powered by Disqus