મહિલાએ ત્રણ સંતાનને ઝેર આપી, પોતે પણ પીધુંઃ બાળકોનાં મોત

Wednesday 18th February 2026 06:14 EST
 
 

અલીરાજપુરઃ દાહોદ સરહદને અડીને આવેલા મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અડવાડા ગામે 55 કિ.મી. દૂર એક અત્યંત હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. એક માતાએ અગમ્ય કારણોસર પોતાનાં જ ત્રણ માસૂમ સંતાનોને ચામાં ઝેરી દવા ભેળવી પીવડાવી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ દર્દનાક ઘટનામાં ત્રણેય નિર્દોષ સંતાનોનાં મોત નીપજ્યાં છે, જ્યારે માતા હાલ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પતિ રોજગારઅર્થે ગુજરાત આવતાં પાછળથી નૂરીબાઈ દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. 30 વર્ષીય નૂરીબાઈ મૂકેશભાઈ ભાભોરે શુક્રવારે સાંજે ઘરે ચા બનાવી હતી. આ ચામાં તેણે ખેતરમાં છાંટવાની ઝેરી દવા ભેળવી દીધી હતી.


comments powered by Disqus