અમદાવાદ: મહેસાણા અર્બન કો.ઓ. બેન્ક સાથે રૂ. 64 કરોડનું ફ્રોડ આચરનારા મુખ્ય સૂત્રધાર મનોજ નાગાર્જુન ચૌધરીની ગાંધીધામથી સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. બેન્કથી ડેવલપમેન્ટ અને બિઝનેસ લોન લેવા માટે આરોપીએ ખોટો વેલ્યુએશન રિપોર્ટ અને બાંધકામ સર્ટિફિકેટ તૈયાર કરી મૂક્યા હતા. 2016થી 2023ના ગાળામાં થયેલી આ છેતરપિંડી મામલે 13 આરોપી સામે ફરિયાદ થઈ હતી. તપાસમાં બેન્કના તત્કાલીન સીઈઓ વિનોદ પટેલ, મેનેજર પ્રવીણ પટેલનાં નામ ખૂલ્યાં હતાં.

