અબુજાઃ નાઈજિરિયાની એનુગુ હાઈ કોર્ટે 1949માં બ્રિટિશ સંસ્થાનવાદી શાસન દરમિયાન સિક્યુરિટી દળો દ્વારા 21 હડતાળિયા ખાણ કામદારોના મોત સબબે સંસ્થાનવાદી વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું હતું અને યુકેને આ ઘટનાની સત્તાવાર માફી માગવા જણાવી મૃતકોના પરિવારોને 420 મિલિયન પાઉન્ડ વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. કોર્ટમાં યુકે દ્વારા કોઈ પ્રતિનિધિત્વ કરાયું ન હતું અને બ્રિટિશ સરકારે ટીપ્પણીનો ઈનકાર કર્યો હતો. સાઉથઈસ્ટર્ન એનુગુ સ્ટેટની ઈવા વેલી કોલ માઈનમાં કામકાજની ખરાબ સ્થ્તિઓનો વિરોધ કરતા ખાણિયાઓએ ખાણ પર કબજો કર્યો હતો અને કોલોનિયલ પોલીસ દ્વારા ગોળીબારમાં 21 ખાણિયાના મોત થયા હતા અને અન્ય 51ને ગંભીર ઈજા પહોંચી હતી. હાઈ કોર્ટના જસ્ટિસ એન્થોની ઓનોવોએ જણાવ્યું હતું કે,‘ અસલામત કામદારો કામકાજની સારી સ્થિતિની માગણી કરી રહ્યા હતા, દાયકાઓથી કેમ્પેઈનર્સ વળતરની માગણી કરી હતા અને જજે જણાવ્યું હતું કે દરેક મૃતકના પરિવારને 20 મિલિયન પાઉન્ડની ચૂકવણી અસરકારક ઉપાય અને જીવનના અધિકારના ઉલ્લંઘન બદલ યોગ્ય વળતર ગણાશે.
