યુનેસ્કો દ્વારા રેડિયો અને માહિતીની સંસ્કૃતિને મહત્ત્વ આપવા દરવર્ષે 13 ફેબ્રુઆરીએ રેડિયો દિવસની ઉજવણી કરાય છે. જે અંતર્ગત અમદાવાદની એક સ્કૂલમાં સર્વયોગમ્ રેડિયો મ્યુઝિયમનું આકાશવાણીના એક્સ આસિસ્ટન્ટ ડાયરેક્ટર મૌલીન મુનશીના વરદ્હસ્તે અનાવરણ કરાયું હતું, જેમાં પુરાતનથી આધુનિક તમામ રેડિયો પ્રસ્તુત કરાયા છે.

