વંદે ભારતનો દબદબોઃ 13 મહિનામાં 32 લાખ લોકોની મુસાફરી

Wednesday 18th February 2026 05:23 EST
 
 

અમદાવાદ: ભારતીય રેલવેની આધુનિકતાનું પ્રતીક ગણાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ગુજરાતમાં મુસાફરોની પહેલી પસંદગી બની રહી છે. જાન્યુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધીના છેલ્લા 13 મહિનાના આંકડા મુજબ, ગુજરાતથી ચાલતી 5 જોડી વંદે ભારત ટ્રેનોમાં આશરે 32 લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી એક વિક્રમ સ્થાપ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રનાં આર્થિક કેન્દ્રોને જોડતી અમદાવાદ-મુંબઈ વંદે ભારત ટ્રેન સૌથી લોકપ્રિય સાબિત થઈ છે. આ રૂટ પર મુસાફરોનો ધસારો એટલો છે કે અહીં 140 ટકા ઓક્યુપેન્સી નોંધાઈ છે. તેવી જ રીતે અમદાવાદ-ઓખા રૂટ પર 90 ટકા અને સાબરમતી-જોધપુર રૂટ પર 81 ટકાથી વધુ ઓક્યુપેન્સી નોંધાઈ છે. હાલમાં ભારતમાં 164 વંદે ભારત સેવા દ્વારા 274 જિલ્લા જોડાયેલા છે. ગુજરાતમાં આ સેવાઓ માત્ર ઝડપી મુસાફરી જ નહીં પણ પર્યટન અને વ્યાપારિક કનેક્ટિવિટીને પણ મોટું પ્રોત્સાહન આપી રહી છે.


comments powered by Disqus