વેનેઝુએલાના ક્રૂડની સીધી આયાત માટે રિલાયન્સને USનું લાઈસન્સ

Wednesday 18th February 2026 06:14 EST
 
 

નવી દિલ્હીઃ અબજોપતિ મૂકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને વેનેઝુએલાના ક્રૂડ ઓઇલની સીધી ખરીદી કરવા અમેરિકાનું જનરલ લાઇસન્સ મળ્યું છે. તેનાથી જામનગરમાં દેશની સૌથી મોટી રિફાઇનરી ધરાવતી કંપની ડિસ્કાઉન્ટ ભાવે હેવી ક્રૂડ ઓઇલની ફરી આયાત શરૂ કરી શકશે અને તેના માર્જિનમાં વધારો થશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમેરિકાના પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યા વગર વેનેઝુએલાથી ક્રૂડની સીધી ખરીદી કરવા રિલાયન્સ સહિતની આંતરરાષ્ટ્રીય એનર્જી કંપનીઓને યુએસ જનરલ લાઇસન્સ મળ્યું છે. ગયા મહિને મિલિટરી ઓપરેશન હાથ ધરીને વેનેઝુએલાના પ્રેસિડેન્ટ નિકોલસ માદુરોને અમેરિકા લવાયા હતા, જે બાદ વેનેઝુએલાના ક્રૂડ ઓઇલ પર અમેરિકાનું નિયંત્રણ છે. હવે અમેરિકાએ વેનેઝુએલાના એનર્જી ઇન્ડસ્ટ્રી પરનાં નિયંત્રણો હળવા કર્યાં છે. આ ગતિવિધિ અંગે રિલાયન્સની કોઈ પ્રતિક્રિયા મળી નથી. અમેરિકાએ અત્યાર સુધી ટ્રેડર્સ મારફતે વેનેઝુએલાના ક્રૂડના વેચાણની મંજૂરી આપી હતી, પરંતુ હવે જનરલ લાઇસન્સ ધરાવતી કંપની સીધી ખરીદી કરી શકશે.


comments powered by Disqus