2026-’27માં ભારતનો GDP 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશેઃ ફિચ

Tuesday 17th March 2026 16:18 EDT
 
 

નવી દિલ્હીઃ જ્યારે વિશ્વ ઇરાન યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવથી પીડાઈ રહ્યું છે, ત્યારે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને મધ્ય-પૂર્વમાં વધતા ભૂ-રાજકીય તણાવ છતાં ભારતનું અર્થતંત્ર મજબૂત રહ્યું છે. આ વિશ્વાસ સાથે ફિચ રેટિંગ્સે ભારતના GDP વૃદ્ધિનો અંદાજ વધાર્યો છે. ફિચે નાણાકીય વર્ષ 2025-’26 (FY2E) માટે ભારતનો GDP વૃદ્ધિદર 7.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જે અગાઉના અંદાજ 7.4 ટકાથી વધુ છે. ફિચ અનુસાર ભારતના અર્થતંત્ર માટે સૌથી મોટો ટેકો સ્થાનિક માગથી આવી રહ્યો છે.


comments powered by Disqus