ઈરાન યુદ્ધથી જેતપુરના ટેક્સટાઈલ ઉદ્યોગનાં અનેક એકમો બંધ

Tuesday 17th March 2026 16:03 EDT
 
 

જેતપુરઃ જેતપુર શહેર અને પંથકની જીવાદોરી સમાન ગણાતા ટેક્સટાઈલ અને સાડી ઉદ્યોગ પર હાલમાં ગંભીર આ થક સંકટ તોળાઈ રહ્યું છે. મધ્ય પૂર્વના દેશો (ઈરાન)માં ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અને ગંભીર અસર જેતપુરના ડાઈંગ અને પ્રિન્ટિંગ ઉદ્યોગ પર પડી છે. રો-મટીરીયલના ભાવમાં અસહ્ય વધારો અને કોમ શયલ એલપીજી ગેસની અછતના કારણે અનેક મશીનવાળા પ્રિન્ટિંગ એકમોને તાળાં વાગવાની નોબત આવી છે, જેનાથી હજારો શ્રમિકોની રોજગારી જોખમમાં મુકાઈ છે.
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા તાજેતરમાં કારોબારીની મીટીંગ બાદ એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.સેક્રેટરી ચેતનભાઈ જોગીની સહીથી જારી થયેલા પત્ર મુજબ, પ્રિન્ટિંગ અને ફિનિશિંગ માટેના કલર, કેમિકલ્સ અને પેકિંગ મટિરિયલ (પેટ્રોલિયમ પેદાશો)ના ભાવમાં 20% થી 30% નો અધધ વધારો નોંધાયો છે. આ ઉપરાંત, એકમોમાં બળતણ તરીકે વપરાતા કોલસા અને ગેસના ભાવ પણ 20% થી 30% જેટલા ઉચકાયા છે. આ અસહ્ય બોજાને સરભર કરવા માટે એસોસિએશને સર્વાનુમતે પ્રિન્ટિંગ જોબવર્કમાં પ્રતિ મીટર રૂ. 2 અને સાડી દીઠ રૂ. 10નો ભાવ વધારો તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
80,000થી વધુ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
જેતપુરના આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 80,000 જેટલા શ્રમિકો જોડાયેલા છે. કારખાનેદારો હાલમાં એ યક્ષપ્રશ્નનો સામનો કરી રહ્યા છે કે આટલા મોંઘા રો-મટીરીયલ અને ગેસની અછત વચ્ચે પોતાના એકમો કેમ ચલાવવા અને હજારો લોકોને રોજગારી કેમ આપવી. જો પરિસ્થિતિમાં જલ્દી સુધારો નહીં આવે તો શહેર અને તાલુકાના આ થક અર્થતંત્ર, નાના-મોટા અનુસંગિક ઉદ્યોગો અને વેપારીઓના ધંધા-રોજગાર પર અત્યંત ગંભીર અને માઠી અસરો પડશે.


comments powered by Disqus