વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી ‘ઉના કાંડ’માં 10 વર્ષ બાદ ન્યાયનો અંદાજિત 340 પેજનો ચુકાદો આવ્યો છે.
વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, ત્યારે વેરાવળ સેશન્સ જજ પંડ્યા દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો છે.
ઉના કાંડ: દોષિતોને ફટકારાયેલી સજાની વિગત
કલમ સજાની અવધિ
એટ્રોસિટી એક્ટ (મુખ્ય કલમ) 5 વર્ષની સખત કેદ
IPC કલમ 323/24 (માર મારવો) 3 વર્ષની સજા
IPC કલમ 504 (અપશબ્દો બોલવા) 2 વર્ષની સજા
IPC કલમ 342 (ગેરકાયદે અટકાયત) 1 વર્ષની સજા
પ્રત્યેક આરોપીને રૂ. 5000નો દંડ
સજાનો અમલ: અદાલતના આદેશ મુજબ આ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે, એટલે કે મહત્તમ 5 વર્ષની સજા લાગુ પડશે.
જેલમુક્તિનો માર્ગ: આ કેસના આરોપીઓ અગાઉ જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વીતાવી ચૂક્યા હોવાથી કોર્ટે ફટકારેલી 5 વર્ષની સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. આથી તેઓની જેલમુક્તિનો માર્ગ મોકળો થયો છે.

