અમદાવાદઃ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના તણાવ વચ્ચે સોમવારે દુબઈમાં ડ્રોન હુમલો થતા એરપોર્ટનો રન-વે તાત્કાલિક બંધ કરાયો હતો. આ કટોકટીને પગલે અમદાવાદથી સવારે 5 વાગ્યે દુબઈ રવાના થયેલી એમિરેટ્સની ફ્લાઈટને ગલ્ફ ઓફ ઓમાનના મધદરિયેથી પાછી વાળવી પડી હતી. એર ટ્રાફિક કંટ્રોલના આદેશ બાદ પાઇલટે સુરક્ષાના કારણોસર અમદાવાદ પરત ફરવાની જાહેરાત કરતાં 250 પેસેન્જરોમાં ગભરાટ ફેલાયો હતો.
