પૂર્વ કોર્પોરેટરનો રૂ. 3 લાખની લાંચ માગતો વીડિયો વાઇરલ

Tuesday 17th March 2026 16:08 EDT
 
 

રાજકોટઃ ભાજપના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા દ્વારા બાંધકામની અરજી પાછી ખેંચવા અને સેટલમેન્ટના બહાને લાખો રૂપિયાની માગણી કરવામાં આવી હોવાના સ્ટિંગ વીડિયોથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. રવિરત્ન પાર્કમાં ચાલતા કાયદેસરના બાંધકામને મનપામાં અરજી કરી અટકાવ્યા બાદ પૂર્વ કોર્પોરેટરે સર્કિટ હાઉસ ખાતે અલગ-અલગ મીટિંગો યોજી રૂ. 3 લાખથી શરૂ કરી છેલ્લે રૂ. 1.25 લાખ રોકડની માગ કરી હતી.
આ સમગ્ર વાતચીત બાંધકામ કરનારા પરિવારે વીડિયોમાં કેદ કરી લીધી છે. જો કે આ મામલે અનિલ મકવાણાએ પોતાને બદનામ કરવાનું કાવતરું ગણાવી લેતીદેતીને બિઝનેસ મેટર ગણાવી છે. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ ઘટનાને ગંભીર ગણાવી શિસ્તભંગનાં કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. જો કે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટરે કરેલા કારસ્તાનનું મોટું કૌભાંડ ખૂલવાની શક્યતા સેવાઈ રહી છે.


comments powered by Disqus