લાલચટ્ટાક મરચાંની આવક

Tuesday 17th March 2026 15:40 EDT
 
 

ઉનાળાની ગરમીની સાથે બજારમાં ઠેર-ઠેર લાલચટ્ટક મરચાંના ઢગલા જોવા મળી રહ્યા છે. ગૃહિણીઓ વર્ષભરના મસાલા ભરવાની તૈયારી કરી રહી છે, પરંતુ આ વખતે મરચાંનો સ્વાદ આકરો પડી રહ્યો છે. બજારમાં મરચાંની આવક તો પુષ્કળ છે, પરંતુ ઊંચા ભાવના કારણે મસાલા ભરવાનું બજેટ ખોરવાયું છે. મરચાંની આ લાલાશ હવે સામાન્ય પરિવારોનાં ખિસ્સાં પર 'તણખો' મૂકી રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન મરચાંના ગઢ શેરથામાં પણ ભાવવધારો અસહ્ય રહ્યો છે.


comments powered by Disqus