વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે ભાવેશ લાખાણીની નિયુક્તિ

Tuesday 17th March 2026 15:53 EDT
 
 

અમદાવાદઃ કર્ણાવતી ક્લબ, અમદાવાદ ખાતે સામાજિક સેવાક્ષેત્રે અગ્રણી એવા મહેન્દ્રભાઈ શાહના પ્રમુખપદે વિશ્વ ગુજરાતી સમાજની મહાસમિતિની બેઠક મળી હતી. બેઠકમાં વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખની નિયુક્તિ માટે ભાવેશભાઈ લાખાણીના નામનો પ્રસ્તાવ મહેન્દ્રભાઈએ મૂક્યો હતો, જેને વજુભાઈ પરસાણા, બીપિનભાઈ સોની, મનીષભાઈ શર્મા તથા મહાસમિતિના ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. આથી વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ તરીકે ભાવેશ લાખાણીએ ચાર્જ સંભાળી લીધો છે. ભાવેશ લાખાણી સફળ બિઝનેસમેન હોવા ઉપરાંત રાજકીય અને સામાજિક ક્ષેત્રે પ્રતિષ્ઠિત નામ  ધરાવે છે.


comments powered by Disqus