સમગ્ર સૌરાષ્ટ્રના ઉનાળુ વાવેતરમાં ભાવનગર મોખરે

Tuesday 17th March 2026 16:07 EDT
 

ભાવનગરઃ રાજ્યમાં ઉનાળુ વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી-મગફળીના વાવેતરમાં રાજ્યમાં પ્રથમ છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 5,600 હેક્ટર થયું છે, તે પૈકી 2,800 હેક્ટર માત્ર ભાવનગરમાં થયું છે. કુલ 38,700 હેક્ટર વાવેતર સાથે રાજ્યનું 50 ટકા વાવેતર ભાવનગર જિલ્લામાં થયું છે. રાજ્યભરમાં ઉનાળુ મગફળીનું વાવેતર 23,400 હેક્ટર, જ્યારે ભાવનગર જિલ્લામાં 7,200 હેક્ટર (રાજ્યના 30.77 ટકા) થયું છે. આમ ભાવનગર જિલ્લો આ વખતે ડુંગળીની સાથે મગફળીમાં પણ રાજ્યમાં નંબર વન રહ્યો છે.


comments powered by Disqus