સુરતમાં પુત્ર-પુત્રવધૂએ જ કરી જન્મદાત્રીની હત્યા

Tuesday 17th March 2026 15:57 EDT
 
 

સુરતઃ અમરોલી વિસ્તારના કોસાડ આવાસ પાસે 55 વર્ષીય હમીદા ખાતુનનો મૃતદેહ કોથળામાંથી મળી આવ્યો હતો. આ કેસની તપાસમાં ખુલાસો થયો છે કે, મૃતક હમીદાના નાના પુત્ર પરવેઝને મોટા પુત્રની પત્ની શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો. ઘરમાં અવારનવાર થતા પૈસાના વિવાદ અને ઝઘડાથી કંટાળીને આ બંનેએ હમીદા ખાતુનને રસ્તાથી હટાવવાનું કાવતરું ઘડ્યું હતું, જેમાં શબાનાના પિતા ફિરોઝ આલમ પણ સામેલ થયા હતા. ગત 10 માર્ચે ત્રણેય આરોપીએ ભેગા મળી હમીદા ખાતુનનું ગળું દબાવી હત્યા કરી હતી. એક દિવસ લાશ ઘરમાં છુપાવી રાખ્યા બાદ તેને કોથળામાં બાંધી 11 માર્ચે બપોરે હનુમાનજીના મંદિર પાસે ફેંકી દીધી હતી. ફિરોઝ ખાતુનની લાશ હતી તે કોથળો લઈને જતો એક સીસીટીવીમાં કેદ થયો છે.


comments powered by Disqus