15 વર્ષમાં 25 હજાર કિલો મીઠાઈ-ફરસાણનું રાહતદરે વિતરણ

Wednesday 18th November 2026 05:26 EST
 

ભુજઃ દિવાળીના સમયમાં બજારમાં અવનવી મીઠાઈઓ તથા ફરસાણ આકર્ષક પેકિંગમાં મળતાં હોય છે. ઘી, તેલ અને ખાંડના સતત વધતા ભાવને લીધે તહેવારોમાં સારી ક્વોલિટીની મીઠાઈઓ ખરીદવી સામાન્ય માણસના બજેટની બહાર થઈ ગઈ છે, ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ શુદ્ધ મીઠાઈઓનો સ્વાદ માણી શકે તેવા ઉમદા આશયથી ભુજની ‘શ્રી રામરોટી અને છાશકેન્દ્ર’ સંસ્થા દ્વારા છેલ્લાં 15 વર્ષથી રાહતદરે શુદ્ધ મીઠાઈનું વિતરણ કરી દરવર્ષે 10 હજારથી વધુ પરિવારોની દિવાળીમાં રોશની ફેલાવાઈ રહી છે. અત્યાર સુધી રાહતદરે 25 હજાર કિલો મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાઈ ચૂક્યું છે.


comments powered by Disqus