અમદાવાદઃ ગુજરાતની સરકારી કચેરીમાં રૂપિયા લીધા વગર પ્રજાના કામો થતા જ નથી. લોકોને નાછૂટકે લાંચ આપી અધિકારીઓ પાસે કામો કઢાવવાં પડે છે. એસીબીએ છટકું ગોઠવીને એક વર્ષમાં કેન્દ્રના કર્મચારી અને ખાનગી સહિત કુલ 21 લોકોને રૂ.4 કરોડની લાંચ લેતા પકડ્યા હતા. તથા ગુજરાત સરકારના કુલ 152 કર્મચારીઓને રૂ. 13 કરોડની લાંચ લેતાં ઝડપ્યા છે.
