અમરેલીઃ શેડુભાર ગામે ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી પહેલ હાથ ધરાઈ છે. અહીં અંદાજે રૂ. 70થી 75 કરોડના ખર્ચે બાયો-સીબીજી પ્લાન્ટનું નિર્માણ કરાઈ રહ્યું છે. ગોપીનાથ બાયો-સીબીજી દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટમાં નેપિયર ઘાસ અને કૃષિ અવશેષોથી બાયો-સીબીજી ગેસનું ઉત્પાદન કરાશે. આગામી 8 મહિનામાં પ્લાન્ટ કાર્યરત્ કરવાનો લક્ષ્યાંક છે. પ્રોજેક્ટથી ખેડૂતોને આવકનો નવો વિકલ્પ મળવાની સાથે સ્થાનિકસ્તરે 200થી 250 લોકોને રોજગારી મળવાની આશા છે. સંચાલકોના દાવા મુજબ આ પ્રકારનો ગુજરાતનો પ્રથમ અને દેશનો બીજો પ્લાન્ટ હશે.
