અમિત શાહ દ્વારા રૂ. 1024 કરોડનાં વિકાસકાર્યોની ભેટ

Wednesday 18th November 2026 05:26 EST
 
 

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે રૂ. 1024 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યાં હતાં. તેમણે ઈસ્કોનથી સાણંદ ચોકડી સુધીનો એલિવેટેડ કોરિડોર, જોધપુરમાં નોલેજ હબ, ગોતામાં અર્બન હેલ્થ સેન્ટર, રામાપીરના ટેકરામાં ફ્લેટોનું લોકાર્પણ અને રાણીપમાં તૈયાર થયેલાં મકાનોના ડ્રો કર્યા હતા. પીવાનાં પાણીની જરૂરિયાતોને ધ્યાને રાખી જાસપુરમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, 7.40 કિમી ટ્રંક મેઇન લાઈનનું લોકાપર્ણ કર્યું હતું. ઉપરાંત રિવરફ્રન્ટમાં ટ્રોપિકલ ફોરેસ્ટ, વિવિધ વોર્ડમાં સિનિયર સિટીઝન પાર્ક, યોગ કોર્નર જેવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું.


comments powered by Disqus