સુરતઃ ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઇવે પર સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગિરથી નદીની ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 17 વર્ષનો કિશોર ગંભીર રીતે ઘાયલ છે, તો 2 મહિલા ગુમ છે. મૃતકોમાં સુરતના વકીલ 49 વર્ષીય અશોકભાઈ પટેલ, 19 વર્ષીય રુતિકા પટેલ, 32 વર્ષીય ઘનશ્યામ સરવાલિયા અને કાર ડ્રાઇવર સુરેન્દ્રસિંહનો સમાવેશ થાય છે. લાપતા મહિલાઓમાં 45 વર્ષીય સુધાબહેન પટેલ અને 34 વર્ષીય કિરણબહેન પટેલનો સમાવેશ થાય છે.
