ખડગેના નિવેદનથી વિવાદઃ ‘દિવાલી ખુશિયોં કી ઈદ’

Wednesday 18th November 2026 06:35 EST
 
 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીની શુભકામના પાઠવતાં એવું નિવેદન આપ્યું, જેનાથી વિવાદ થઈ ગયો. ખડગેએ કહ્યું હતું કે, ‘દિવાળી ખુશિયોંની ઈદ છે.’ આ મુદ્દે બાદમાં ભાજપ અને શિવસેનાએ કોંગ્રેસને ઘેરી હતી અને સવાલ કર્યો હતો કે શું તેઓ ઈદને ખુશીઓની દિવાળી કહેવાની હિંમત કરશે?
‘દિવાલી ખુશિયોં કી ઈદ હૈ, કઈ દિનો તક ચલને વાલી ઈદ હૈ’ના ખડગેના નિવેદન અંગે ભાજપે કહ્યું હતું કે કોંગ્રેસે દિવાળીના તહેવારમાં પણ વોટબેન્કના રાજકારણને પસંદ કર્યું હતું. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે ઈદનું પોતાનું આગવું મહત્ત્વ છે, જ્યારે દિવાળીની પોતાની પવિત્રતા, પરંપરા અને ઓળખ છે. શું કોંગ્રેસ દ્વારા બિનસાંપ્રદાયિકતાના નામે હિન્દુ તહેવારોની ઓળખ બદલવી રાજકીય શિષ્ટાચાર બની ગયો છે? ભાજપે સવાલ કર્યો હતો કે શું રાહુલ અને ખડગે ઈદને ખુશિયોંની દિવાળી કહેવાની હિંમત કરશે?


comments powered by Disqus