ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે કિરીટ દૂધાત ચૂંટાયા

Wednesday 18th November 2026 05:26 EST
 
 

અમદાવાદઃ ગુજરાતી ભાષા અને સાહિત્યની શિરમોર સંસ્થા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની બહુચર્ચિત અને અતિ-રસાકસીભરી ચૂંટણીના અંતિમ પરિણામો બુધવારે મોડી રાત્રે જાહેર થયા. સમગ્ર સાહિત્ય જગતની નજર જે ચૂંટણી પરિણામો પર મંડાયેલી હતી, તેમાં પ્રતિબદ્ધ વાર્તાકાર અને વિવેચક કિરીટ દૂધાતે ઉષા ઉપાધ્યાય સામે વિજય મેળવ્યો છે, તેમજ પરિષદની મધ્યસ્થ સમિતિની 40 સભ્યોની ચૂંટણીમાં પણ કિરીટ દૂધાતની પેનલના મોટાભાગના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે.
આ વર્ષની સાહિત્ય પરિષદની -ચૂંટણી તેના ઈતિહાસની સૌથી રસપ્રદ અને સંઘર્ષપૂર્ણ ચૂંટણીઓ પૈકી એક રહી છે. ચૂંટણી જંગમાં બે સક્ષમ મુખ્ય પેનલો સામસામે હતી, જેમાં પોતપોતાના ઉમેદવારોને વિજયી બનાવવા બંને જૂથો દ્વારા એડીચોટીનું જોર લગાવાયું હતું.


comments powered by Disqus