ડાકોરમાં અન્નકૂટના પ્રસાદ લૂંટવા શ્રદ્ધાળુઓની મેદની

Wednesday 18th November 2026 06:12 EST
 
 

ડાકોરઃ દિવાળીના પછી પડતર દિવસે યાત્રાધામ ડાકોર ખાતે આવેલા જગતમંદિર રણછોડરાયજી મહારાજનાં દર્શને ભારે ભીડ ઊમટી હતી. નવા વર્ષના પ્રારંભે ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટનું આયોજન કરાયું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ ડાકોરની આસપાસના ગામોથી મોટી સંખ્યામાં લોકો અન્નકૂટનો પ્રસાદ લૂંટવા આવ્યા હતા. મંદિરમાં અન્નકૂટ દર્શનના દરવાજા ખૂલતાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો અને લોકો પ્રસાદ લૂંટવા માટે તૂટી પડ્યા હતા. આ વર્ષો જૂની પરંપરાને નિહાળવા અને તેમાં ભાગ લેવા દૂર-દૂરથી લોકો પહોંચ્યા હતા, જેના કારણે મંદિર પરિસરમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.


comments powered by Disqus