દાહોદમાં પરંપરાગત ગાયગોહરી પર્વ ઊજવાયો

Wednesday 18th November 2026 06:17 EST
 
 

દાહોદ જિલ્લામાં અનોખી લોકપરંપરા સાથે નવા વર્ષના દિવસે ગાય ગોહરી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. આ પર્વ પર પશુપાલકો અને ખેડૂતો ગાયોને નવડાવી શણગારે છે. આ પ્રસંગે ગાયોના દોડતા ટોળા નીચેથી ખેડૂતો દંડવત્ પ્રણામ કરી પસાર થાય છે. માન્યતા મુજબ વર્ષ દરમિયાન અજાણતાં પશુઓને માર પડ્યો હોય કે તેમની પાસે કામ કરાવ્યું હોય તેના પ્રાયશ્ચિત સ્વરૂપે આ પરંપરા નિભાવાય છે.


comments powered by Disqus