ભારતરત્ન, ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની 8 નવેમ્બરે 99મી વર્ષગાંઠની દિલ્હીમાં પાર્ટીના કેન્દ્રીય કાર્યાલયમાં પૂજા અને હવન સાથે ઉજવણી કરવામાં આવી. દિવાળીના દિવસે જ આવેલા આ પ્રસંગનું આયોજન અડવાણીના જીવન, રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને સંગઠનમાં યોગદાનને યાદ કરવા માટે થયું હતું. અડવાણીના 100મા જન્મદિવસના કાર્યક્રમની શરૂઆત પૂજા-હવનથી થઈ હતી. આ કાર્યક્રમમાં લાલકૃષ્ણ અડવાણીનાં પુત્રી પ્રતિભા અડવાણી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અને કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા.

