પૂર્વ શિક્ષણમંત્રી હીરાજી ડામોરનું હાર્ટ એટેકેથી નિધન

Wednesday 18th November 2026 05:47 EST
 
 

મેઘરજઃ ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણમંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન હીરાજી વાલાજી ડામોરનું સોમવારે હાર્ટએટેકથી નિધન થયું હતું. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલિયાકુવાના વતની હીરાજી ડામોરના અવસાનના સમાચારથી ભાજપ સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ હતી. તેઓ લાંબા સમયથી રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય હતા અને મેઘરજ તથા આસપાસના વિસ્તારમાં ભાજપના સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા રહી હતી.
હીરાજી ડામોરે 1997માં શંકરસિંહ વાઘેલા સરકાર દરમિયાન રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી તરીકે જવાબદારી નિભાવી હતી. ત્યારબાદ પણ તેઓ પક્ષના વરિષ્ઠ આગેવાન તરીકે સક્રિય રહ્યા હતા. તેમના નિધનના સમાચાર મળતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ અને આગેવાનોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.


comments powered by Disqus