ભારત-US સહિત 10 દેશ વચ્ચે AI-સેમિકંડક્ટર માટે MoU

Wednesday 18th November 2026 06:29 EST
 

નવી દિલ્હીઃ અમેરિકા, ભારત સહિત 10 દેશોએ ભવિષ્યની ટેકનોલોજીની સુરક્ષા માટે હાથ મિલાવ્યા છે. પેક્સ સિલિકા પહેલના સ્થાપકોની બેઠકમાં સાન ફ્રાન્સિસ્કો ડિક્લેરેશન પર હસ્તાક્ષર કરાયા છે. તેનો મૂળ સિદ્ધાંત એ છે કે આર્થિક સુરક્ષા જ રાષ્ટ્રીય સુરક્ષાનો આધાર છે. એઆઈના વિકાસ માટે જરૂરી ચિપ, ખનિજો, ડેટા સેન્ટર, ઊર્જા અને ટેકનિકલ માળખાની સુરક્ષા કોઈ એક દેશ કરી શકે તેમ નથી. આ પહેલમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ઇઝરાયલ, જાપાન, દ. કોરિયા, કતાર, સિંગાપોર, યુએઈ, બ્રિટન સામેલ છે. જેમાં એઆઇ, ટેક્નોલોજી અને સપ્લાય ચેઈનને સુરક્ષિત રાખવા પર ભાર મુકાયો છે.


comments powered by Disqus