મહેસાણાઃ વિજાપુર તાલુકાના રણાસણ ગામ ખાતે સમસ્ત રણાસણ પાટીદાર સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્મિક ટકોર કરતાં કહ્યું હતું કે, માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે તેને કોઈ પ્રસંગમાં ન બોલાવવા જોઈએ. હર્ષભાઈ સંઘવીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ગામમાં નિર્માણ પામેલું આ નવું ભવન માત્ર લગ્ન કે ધાર્મિક પ્રસંગો પૂરતું સીમિત ન રહેતાં સમગ્ર ગ્રામજનોને એકતાના તાંતણે બાંધવાનું અને નાના-મોટા પ્રશ્નોનું સમાધાન લાવવાનું મહત્ત્વનું કેન્દ્ર બની રહેશે.
