વાયુસેનાનાં શ્વાસ અધ્ધર કરતાં કરતબો

Wednesday 18th November 2026 06:15 EST
 
 

11મી સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી નિમિત્તે ભારતીય વાયુસેનાની 5 હેલિકોપ્ટરની એરોબેટિક ટીમે વડોદરા એરફિલ્ડ ખાતે જીવસટોસટના શ્વાસ અધ્ધર કરતાં હવાઈ કરતબો પ્રસ્તુત કર્યાં હતાં. ભારતીય બનાવટના ધ્રુવ હેલિકોપ્ટરો સાથેની ટીમ સારંગે 15 ફૂટથી માંડીને 45 ફૂટ સુધીના નજીકના અંતરે 400 કિ.મી.ની ઝડપે ઈન્ડિયા, ડાયમંડ, હાર્ટ, લેવલ ક્રોસ, સિગ્નેચર સારંગ સ્પ્લિટ, ક્રોસ ઓવર બ્રેક અને સ્ટોલ ટર્ન જેવા અત્યંત્ય જોખમી કરતબ કર્યાં હતાં.


comments powered by Disqus