હસાયરો

Wednesday 18th November 2026 06:17 EST
 
 

ચંગુ બાથરૂમનો લીક નળ રિપેર કરતો હતો અને તેણે પત્નીને કહ્યું: વાંદરી પાનું આપ.
પત્ની (ગુસ્સામાં): શું કહ્યું?! તમે વાંદરા, તમારું ખાનદાન વાંદરુ!
•••
પત્ની: તુરિયાનું શાક કેવું બન્યું છે?
પતિ: એકદમ સારું, સ્વાદિષ્ટ.
પત્ની: પણ દીકરો તો કહેતો હતો કે શાક એકદમ બેસ્વાદ બન્યું છે.
પતિ: જવા દે, હજુ ભોળો છે અને લગ્ન પણ લગ્ન નથી થયા. ક્યાં શું જવાબ દેવો તેને હજુ ખબર નથી.
•••
મેડમ (પુસ્તક ખોલતાં)ઃ કહો, કાલે હું ક્યાં હતી?
ભૂરોઃ મેડમ, કાલે તમે મેથ્સના સર જોડે થિયેટરમાં હતા, હું તમારી પાછળની લાઈનમાં જ હતો!
•••
પત્નીઃ આજે તમે એક-બે ખાશો, ત્રણ કે પછી ચાર?
પતિઃ તું રોટલી, ભાખરી કે પરોઠું, એમ ચોખવટ કર! ખોટી ગેરસમજ ઊભી થાય છે.
•••
એક યુવાન એક સુંદર યુવતીના પ્રેમમાં પડ્યો. યુવાન એની સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકે તે પહેલાં જ એક ડાકણે એને પોતાના વશમાં કરી લીધો. ડાકણે કંઈક એવો કાળો જાદુ કર્યો કે યુવાન હવે એક વર્ષ દીઠ એક જ શબ્દ બોલી શકતો હતો. યુવાને 16 વર્ષ રાહ જોયા પછી હિંમત એકઠી કરીને યુવતી પાસે ગયો. ઘૂંટણિયે પડીને, એક હાથે લાલ ગુલાબ ધરીને એ બોલ્યો, ‘ડિયર, તને પ્રપોઝ કરવા માટે મેં 16 વર્ષ રાહ જોઈ. શું તું મારી સાથે લગ્ન કરીશ?’
મધ્યવયસ્ક સ્ત્રી બની ગયેલી એ મહિલા કહે, ‘હેં? શું કહ્યું તેં? જરા ફરી બોલ તો!’
•••
શિક્ષકઃ બોલ ભુરા, 50 માણસો માટે પાંચ કિલો તુવેરદાળ દાળ જોઈએ તો, 75 માણસો માટે કેટલી દાળ જોઈએ?
ભુરોઃ સાહેબ, તુવેરદાળ તો પાંચ કિલો જ જોઈશે, પાણીની માત્રા વધારવી પડશે!
•••
પત્ની: હું ખોવાઈ જાઉં તો શું કરશો?
પતિ: અખબારમાં જાહેરાત છપાવીશ.
પત્ની: શું લખશો?
પતિ: એક જ સિમ્પલ લાઈન લખીશ.
પત્ની: અને એ લાઈન શું હશે? કે જેને મળે એ તુરંત જાણ કરો.. એમ?
પતિ: ના... ના... જે શોધે એ જ સંભાળે.
•••
એક્સ બોયફ્રેન્ડને લગ્નના આગલા દિવસે ઘરે આવેલો જોઈને ગર્લફ્રેન્ડે પૂછયુછ્યું, ‘હવે તું કેમ મારી જિંદગીમાં પાછો આવ્યો છે? મારા લગ્ન થઈ રહ્યાં છે. હવે આપણે નહીં મળીએ. આપણું બ્રેકઅપ થઈ ગયું છે, તું જતો રહે...’
એક્સ બોયફ્રેન્ડ: હું કંઈ તને મળવા આવ્યો નથી.
ગર્લફ્રેન્ડ: તો અહીં શું કરે છે? હવેથી આ બાજુ દેખાતો નહીં.
બોયફ્રેન્ડ: તારા પપ્પાએ મને કેટરિંગ અને મંડપ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તારા ચક્કરમાં કંઈ મારે કામ થોડું મૂકી દેવાય છે!


comments powered by Disqus