‘મુખ્યમંત્રી કોળી સમાજના હોવા જોઈએ’: પબુભા માણેક

Wednesday 18th November 2026 05:40 EST
 
 

દ્વારકાઃ શહેરમાં આવેલી કોળીસમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ‘મુખ્યમંત્રી પણ કોળીસમાજના હોવા જોઈએ’ તેવું નિવેદન આપ્યું, જેનાથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પબુભા માણેકે સમાજના સંગઠન અને યુવાનોની જાગૃતિ પર ભાર મૂક્યો હતો.
પબુભા માણેકે પ્રાસંગિક પ્રવચનમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પણ તમારા સમાજના હોવા જોઈએ. તમારો સમાજ ગુજરાત સ્તરે બીજા નંબરે છે, આગળ જે થયું એ આપણા વડીલોએ પણ બધું સારું જ કર્યું હશે, પરંતુ હવે યુવાનોએ ખરેખર જાગવું જોઈએ. અંતમાં તેમણે ઉમેર્યું કે, હીરાભાઈ, તેમનું કુટુંબ અને આગેવાનો સમાજમાં જાગૃતિ લાવવા ખૂબ મહેનત કરે છે, પરંતુ આગેવાનો માત્ર રસ્તો ચીંધી શકે, તેનો અમલ સમાજે પોતે કરવો પડે છે.


comments powered by Disqus