USમાં કમાયેલા રૂ. 9.88 કરોડ મિત્રએ પડાવ્યા

Wednesday 19th August 2026 06:05 EDT
 

અમદાવાદ:અમેરિકામાં કમાયેલા રૂ. 9.88 કરોડ રોકાણ માટે અમદાવાદ મોકલનારા નારદીપુરના યુવક સાથે મિત્રએ જ છેતરપિંડી આચરી. મોટી રેસિડેન્સી સ્કીમમાં 6 ફ્લેટ તથા જમીનમાં રોકાણ કરાવવાના બહાને અર્પિત પટેલે તેના મિત્ર મિતેશ પટેલ અને તેના ભાઈને નાણાં આપ્યાં હતાં. જો કે બંનેએ અર્પિત પટેલ સાથે છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવાઈ છે. 


comments powered by Disqus