આઝાદી બાદ પહેલીવાર વસ્તીગણતરીમાં જ્ઞાતિ પુછાશે

કોરોના વેક્સિન, બેન્ક એકાઉન્ટ સહિતના 40 સવાલની યાદી તૈયાર

Wednesday 19th August 2026 07:09 EDT
 
 

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વસ્તીગણતરી - 2027 માટેના 40 સવાલોની યાદી જારી કરી દીધી છે. તેમાં લોકોને એસસી-એસટી કે અન્ય જ્ઞાતિ વિશે પૂછાશે. આઝાદી બાદ પહેલીવાર તમામ સમુદાયોની જ્ઞાતિની વિગતો વસ્તીગણતરીમાં નોંધાશે. અન્ય સવાલોમાં ધર્મ, શિક્ષણ, રોજગારી, માઈગ્રેશન અને પરિવાર અંગેની વિગતો મેળવાશે. કોરોના વેક્સિનથી માંડીને બેન્ક એકાઉન્ટની સંખ્યા, મોબાઈલ નંબર, આધાર, મતદાર ઓળખપત્ર અને પાસપોર્ટ જેવી વિગતો પણ મગાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સવાલ-જવાબની યાદીમાં જુદીજુદી જ્ઞાતિઓની યાદી આપવામાં આવે તેવી સંભાવના નથી. લોકોને તેમની જ્ઞાતિ પૂછવામાં આવશે અને તેઓ જે જવાબ આપશે તે નોંધાશે. જ્ઞાતિ આધારિત વસ્તીગણતરીને સામેલ કરવાનો નિર્ણય ગત વર્ષે 30 એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી રાજકીય બાબતો અંગેની કેબિનેટ સમિતિએ લીધો હતો. વસ્તીગણતરી 2027 દેશની પહેલી ડિજિટલ વસ્તીગણતરી હશે.


comments powered by Disqus