ઉમરાળાના પરેશ મેરની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

ઉમરાળાઃ ધારુકા કેન્દ્રવર્તી શાળાના આચાર્ય પરેશભાઈ શંભુભાઈ મેરની શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી, નવીન શૈક્ષણિક પ્રયોગો, સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના સતત પ્રયત્નોને ધ્યાને લઈ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી છે.
પરેશભાઈ મેર છેલ્લાં 16 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત્ છે. શિક્ષણને માત્ર પાઠ્યપુસ્તક પૂરતું ન રાખી વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યશિક્ષણ, પર્યાવરણપ્રેમ અને સામાજિક જવાબદારી વિકસે તે માટે તેઓ સતત વિવિધ પ્રવૃત્તિઓ અને પ્રયોગો કરતા રહ્યા છે.


comments powered by Disqus