એક લાખ યુવાનોને સ્કિલથી સજ્જ કરવા રાજ્ય સરકારનો મેગા પ્લાન

Wednesday 19th August 2026 06:06 EDT
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે યુવાનોને ઉદ્યોગની જરૂરિયાત મુજબનું કૌશલ્ય આપવા ‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ (NGKRM) અંતર્ગત મોટો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત વર્ષ 2026-’27માં એક લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. આ પહેલમાં 250થી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓએ ભાગીદારી માટે પ્રસ્તાવ રજૂ કર્યા છે, જેમાં L&T, ન્યૂ એજ્યુકેશન ફાઉન્ડેશન, આર્સેલર મિત્તલ ગ્રૂપ, ઇન્ટરનેશનલ ઓટોમોબાઇલ સેન્ટર ઓફ એક્સેલન્સ-મારુતિ સુઝુકી, ટાટા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ, બોનાન્ઝા LLP, ઈ-ખોડિયાર સોલ્યુશન્સ અને ગણપત યુનિવર્સિટી સહિતની સંસ્થાઓનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલા આ મિશનનો મુખ્ય હેતુ રાજ્યમાં ઉદ્યોગોની જરૂરિયાત અને યુવાનોની કુશળતા વચ્ચેનું અંતર ઘટાડવાનો છે. મિશન હેઠળ ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ્સ ફોર એડવાન્સ્ડ સ્કિલ્સ’ (GIAS)ને ઉદ્યોગલક્ષી તાલીમનું મુખ્ય
માધ્યમ બનાવવામાં આવ્યું છે. GIAS મારફતે NSQF લેવલ 1થી 8 સુધીના ટૂંકા અને લાંબા ગાળાના વ્યાવસાયિક અભ્યાસક્રમો
ઉપલબ્ધ કરાવાશે.


comments powered by Disqus