કેનેડિયન ડેલિગેશન ઓક્ટોબરમાં ગુજરાતની મુલાકાતે આવશે

Wednesday 19th August 2026 06:06 EDT
 

વડોદરાઃ કેનેડાના કોમર્સ મંત્રી એડ જેગરે ગ્લોબલ બિઝનેસ એસોસિયેશનના સ્થાપક અને મૂળ વડોદરાના કેનેડિયન બિઝનેસમેન ડો. મુકુંદ પુરોહિત સાથે અમદાવાદમાં બેઠક દરમિયાન ચર્ચા કરી હતી. જેમાં ઓક્ટોબર મહિનામાં કેનેડાના ઉદ્યોગપતિઓનું મોટું ડેલિગેશન ગુજરાત આવશે અને વડોદરાની પણ મુલાકાત લેશે એમ જણાવ્યું હતું. જેગરે ઉમેર્યું હતું કે મારી ઈચ્છા છે કે, ગુજરાત-કેનેડા બિઝનેસ ફેસિલિટેશન ડેસ્કની સ્થાપના કરાય અને ફોલોઅપ વ્યવસ્થા સાથે ‘ગુજરાત-કેનેડા ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર’ વિકસાવવામાં આવે.


comments powered by Disqus