ચુનડી ગામની મહિલાઓના હાથવણાટ હુન્નરે ભુજમાં વધાર્યો વેપાર

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

ભુજઃ રાજ્ય સરકારના સહકારના કારણે રાજ્યભરમાં અનેક મહિલાઓ પોતાના હુન્નરના બળે આગળ આવીને બિઝનેસ વુમન બની સફળ વેપાર કરી રહી છે. આવી જ કહાની છે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ચુનડી ગામની. અહીં મહિલાઓ પરંપરાગત હાથ વણાટનો હુન્નર ધરાવતી હોવા છતાં નાણાં તથા સહકારના અભાવે છૂટક મજૂરીકામ કરીને આવક રળતી હતી.
મિશન મંગલમ્ સખીમંડળની 10 વણકર બહેનો 3 વર્ષથી હુન્નરના બળે વિવિધ પ્રોડક્ટ બનાવી વેચાણ કરે છે. સખીમંડળનાં પ્રમુખ સાવિત્રીબહેને જણાવ્યું, અમારા સમુદાયની બહેનોને હાથવણાટ વારસામાં મળ્યું છે, આર્થિક સંકડામણથી મહિલાઓ પોતાની કળા બહાર નહોતી લાવી શકતી. જો કે સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે તેમને આ લાભ પ્રાપ્ત કરાવ્યો છે.


comments powered by Disqus