દક્ષિણ ગુજરાતમાં સો ટકા વરસાદ, કચ્છમાં માત્ર 29 ટકા

Wednesday 19th August 2026 06:06 EDT
 

અમદાવાદઃ રાજ્યમાં હળવા ઝાપટા વચ્ચે સીઝનનો સરેરાશ વરસાદ 73.25 ટકા નોંધાયો છે. જો કે રાજ્યના તમામ ઝોન પૈકી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદથી સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ થઈ ગયો છે, તો કચ્છમાં અત્યાર સુધી માત્ર 29.13 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્ર ઝોનમાં છેલ્લા કેટલાક વર્ષમાં સિઝનનો સો ટકા વરસાદ ઝડપથી થઈ જતો હતો ત્યાં હજુ 55.38 ટકા જ સરેરાશ વરસાદ થયો છે. બીજી તરફ પૂર્વ-મધ્ય ગુજરાતમાં 72.26 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.64 ટકા વરસાદ થયો છે. 


comments powered by Disqus