નર્મદા ડેમની સપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરને પાર

Wednesday 19th August 2026 06:05 EDT
 
 

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ચાલુ સિઝનમાં પ્રથમવાર 135 મીટરની ઐતિહાસિક સપાટી વટાવીને 135.03 મીટરે પહોંચી છે. 15 ઓગસ્ટે જળસપાટી 134.86 મીટર નોંધાઈ હતી. આમ ડેમનો કુલ જળસંગ્રહ 87.95 ટકા પહોંચી ગયો છે. ડેમમાં હાલ 5162 ક્યુસેક પાણીની આવક સામે કુલ 6065 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી માત્ર 3.65 મીટર નીચે રહ્યો છે.


comments powered by Disqus