ભાવનગરઃ દેશની પ્રથમ મોબાઈલ વોટર પ્યૂરિફિકેશન-ડિસેલિનેશન વાન

Wednesday 19th August 2026 06:04 EDT
 
 

ભાવનગરઃ શહેરમાં આવેલી સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા પાણીને શુદ્ધ કરવા, ખારાં પાણીને પીવાલાયક બનાવવા (ડિસેલિનેશન), એડવાન્સ્ડ મેમ્બ્રેન ટેક્નોલોજી, સોલર-પાવર્ડ પ્રોસેસ અને પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવામાં વિશેષતા ધરાવે છે. CSIR-CSMCRIની આ ટેક્નોલોજીનું લાઇસન્સ મેળવનારી નાગપુરની કંપની ‘રાઇટ વોટર’એ પોતાના પ્રકારની પ્રથમ વ્યવસાયિક ‘મોબાઇલ વોટર પ્યૂરિફિકેશન અને ડિસેલિનેશન વાન’ બનાવીને તેનું સફળ પ્રદર્શન કર્યું છે.
આ અનોખું ઇનોવેશન કોમ્પેક્ટ ડિઝાઇન, વિવિધ સ્રોતોથી પાણી શુદ્ધ કરવાની ક્ષમતા અને સોલાર ઇન્ટિગ્રેશનથી ચાલવાની સુવિધા પૂરી પાડે છે, જેનાથી સ્વચ્છ પીવાનાં પાણી માટે ટકાઉ ઉકેલ મળે છે.
આ ઇનોવેશન સુરક્ષિત પીવાનું પાણી, ઔદ્યોગિક ઉપયોગ અને દરિયાકાંઠાનાં સંસાધનોના ટકાઉ સંચાલનમાં મદદ કરે છે. પાણીની અછત અને પર્યાવરણીય પડકારોનો સામનો કરવામાં ભારતનું વૈજ્ઞાનિક નેતૃત્વ મજબૂત બન્યું છે. આ વાનની સફળતા પીવાનાં પાણીની સમસ્યા ધરાવતાં અન્ય વિસ્તારોમાં પણ મદદરૂપ પુરવાર થશે.


comments powered by Disqus