યુક્રેન કેસમાં પૂર્વ CJI ચંદ્રચૂડ રશિયાના મધ્યસ્થી બનશે

Wednesday 19th August 2026 07:09 EDT
 

મોસ્કોઃ રશિયાએ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને યુક્રેન સાથેની સંપત્તિઓના વિવાદના એક કેસમાં પોતાના મધ્યસ્થી તરીકે પસંદ કર્યા છે. વાસ્તવમાં યુક્રેનની સરકારી માલિકીની ઓસ્ચાદ બેન્કે ડોનેસ્ક, લુહાંસ્ક અને જાપોરિજિયામાં સંપત્તિઓને લઈને કેસ દાખલ કર્યો છે. તેમાં તેણે રશિયા પાસેથી યુદ્ધના લીધે થયેલ નુકસાનની ભરપાઈની માગ કરી છે. બેન્કનો આરોપ છે કે, રશિયાના હુમલામાં તેણે ચારેય પ્રાંતની સંપત્તિ ગુમાવી છે, અથવા મોટાપાયે નુકસાન થયું છે. બેન્કે 24 જુલાઈ 2025એ રશિયાને વિવાદની સૂચના મોકલ્યા પછી 7 એપ્રિલ 2026એ ઔપચારિક મધ્યસ્થતાની પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં રશિયાએ પોતાના તરફથી મધ્યસ્થતાની આ કાર્યવાહીમાં પૂર્વ ભારતીય મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડને નિમ્યા છે. 


comments powered by Disqus