રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં GPSC અને UPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કોચિંગનો એક અનોખો ત્રિકોણ સર્જાયો છે. યુનિવર્સિટી કેમ્પસમાં 2006માં CCDC સેન્ટર, 2019માં JIO UPSC ભવન અને 2025માં સ્વામી વિવેકાનંદ IAS સ્ટડી સેન્ટરની શરૂઆત કરાઈ છે. આ કેન્દ્રોના સઘન માર્ગદર્શન હેઠળ અત્યાર સુધી 130થી વધુ વિદ્યાર્થીઓ GPSCની પરીક્ષા પાસ કરીને સરકારી અધિકારી બની ચૂક્યા છે.

