નવી દિલ્હીઃ ભારતના આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને સખત શબ્દોમાં ચેતવણી આપી છે કે જો તેણે આતંકીઓને આશ્રય આપવાનું તેમજ ભારત વિરોધી આતંકી ષડયંત્રો રચવાનું ચાલુ રાખવું હોય તો તેનાં ખરાબ પરિણામો ભોગવવાં પડશે. પાકિસ્તાન નક્કી કરે કે તેણે ભૂગોળનો હિસ્સો બનવું છે કે ઈતિહાસનો? જો પાકિસ્તાન આતંકવાદ ચાલુ રાખશે તો ભવિષ્યમાં તેનું ભૂગોળમાંથી નામોનિશાન મિટાવી દેવામાં આવશે.
નવી દિલ્હીનાં માણેકશા સેન્ટરમાં એક પરિસંવાદમાં આર્મી ચીફ ઉપેન્દ્ર દ્રિવેદીને પૂછાયું કે ગયા વર્ષે ઓપરેશન સિંદૂર જેવી સ્થિતિ ફરી સર્જાઈ શકે છે કે કેમ? ત્યારે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ સખત ભાષામાં પાકિસ્તાન જોગ સંદેશ આપ્યો હતો.ભારત જ્યારે ઓપરેશન સિંદૂરની પહેલી વર્ષગાંઠ મનાવી રહ્યું છે, ત્યારે આર્મી ચીફ દ્વારા પાકિસ્તાનને મોટી અને સખત ચેતવણી અપાઈ છે.

