મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વગણતરી કરી જનગણનાનો પ્રારંભ કરાવ્યો

Wednesday 20th May 2026 06:23 EDT
 
 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનગણના-2027 અન્વયે 17 મેએ શરૂ થયેલી સ્વ ગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં લોકો પોતાની વિગતો ઓનલાઇન ભરીને સ્વ-વસ્તી ગણતરીની ઔપચારિક શરૂઆત કરાવી હતી, ત્યારે ઉપસ્થિત રાજ્યના વસ્તીગણતરી સંચાલન નિયામક સુજલ મયાત્રાએ તેમને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું. આ વખતની વસ્તીગણતરી સંપૂર્ણ ડિજિટલ મોડથી પોર્ટલ અને મોબાઇલ આધારિત કરાઈ રહી છે.


comments powered by Disqus