રાજકોટઃ મહાનગરપાલિકાએ ગતવર્ષે 200થી વધુ ગેરકાયદે ધાર્મિક સ્થળો તોડી પાડવાની જાહેરાત બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી. જે અંતર્ગત એક રાતમાં 10 મંદિર તોડી પાડતાં શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપી ગયો છે. મહાપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે લિસ્ટ બનાવી વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં દબાણરૂપ મંદિરોની ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી.

