અમદાવાદઃ અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે મધ્ય-પૂર્વ એશિયામાં સર્જાયેલી ઇંધણની કટોકટીની અસર ભારત પર પણ જોવા મળી છે. વડાપ્રધાન મોદીની ઇંધણનો બિનજરૂરી વપરાશ ટાળવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની અપીલનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમલ શરૂ કર્યો છે. રાજ્યપાલે લોકભવનમાં અધિકારીઓ અને કર્મચારીઓ સાથેની બેઠકમાં પેટ્રોલ-ડીઝલની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી કોઈપણ સરકારી કાર્યક્રમમાં જવા હેલિકોપ્ટર કે વિમાનનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી હતી. તેઓ રાજ્યમાં અવરજવર કરવા ટ્રેન અને એસટી (ST) બસનો ઉપયોગ કરશે.

